મોરબીમાં આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીમાં આધેડના દિકરાને આરોપીની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે આરોપીની દિકરીના લગ્ન થઈ ગયેલ હોય તેમ છતા આધેડનો દિકરો મેસજ કરતો હોય તે વાતનું ઉપરાણું લઈ આરોપીએ આધેડને તથા સાહેદને ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા (ઉ.વ.૫૫) એ આરોપી અરવિંદભાઈ, જેશીગભાઈ, અશ્વિનભાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરાને આરોપીની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે આરોપીની દિકરીના લગ્ન થઈ ગયેલ હોય તેમ છતા ફરીયાદીનો દિકરો મેસજ કરતો હોય તે વાતનું ઉપરાણું લઈ આરોપીએ ફરીયાદીને તથા સાહેદ હીરાબેનને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.