બગથળા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સતિષભાઈ મેરજાની બિન હરીફ વરણી
મોરબી: બગથળા સેવા સહકારી મંડળી ના છ સભ્યોના સર્વાનુમતે સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સતિષભાઈ ભાણજીભાઈ મેરજાની બીન હરીફ વરણી કરવામાં આવી છે.
જેમાં સહકારી મંડળીના સભ્યો હરેશભાઈ ગોવિંદભાઈ મેરજા, હિતેષભાઇ ધીરજલાલભાઈ કાંજીયા, ભુદરભાઈ છગનભાઇ ભીલા, મગનભાઈ રતાભાઈ સાણંદિયા, હરજીવન જસમત ઠોરીયા સહિતનાઓ દ્વારા બગથળા સેવા સહકારી મંડળીમાં પૂર્ણ બહુમતી આપી સતિષભાઈ ભાણજીભાઈ મેરજાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જે બદલ બગથળા ગામની જનતા તથા બગથળા સેવા સહકારી મંડળીના તમામ સભ્યો અને ખેડૂત ખાતેદારોનો સતિષભાઈ મેરાજાએ આભાર વ્યક્ત કર્યો હતો.