ટંકારા – અમરાપર રોડ પર અક્સ્માત: એક વ્યક્તિનું મોત
મળતી માહિતી મુજબ ટંકારા – અમરાપર રોડ પર ગાય સાથે બાઈક અથડાતાં પર પ્રાંતિય મજુરનુ મોત
આજે સવારે નવ વાગ્યાની આસપાસ આ રોડ પરથી બાઈક લઈને પસાર થતા પર પ્રાંતિય મજુર નું બાઈક ગાય સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે તો આ બનાવ ની જાણ 108 ને કરાતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ હજુ સુધી આ વ્યક્તિ કોણ છે અને ક્યાં રહે છે તેની માહિતી મળી નથી.