હળવદ – મોરબી રોડ ઉપર એસટી બસ બાઈક સાથે અથડાતા યુવકનું મોત
હળવદ: હળવદ – મોરબી હાઈવે રોડ ઉપર માનસર ગામ નજીક રોડ ઉપર એસટી બસ બાઈક સાથે અથડાતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે એસટી બસના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના લખધીરપુર ગામની સીમમાં લીવોલા ગ્રેનીટોમા રહેતા અને મજૂરી કરતા કમલ તારાચંદ ડાવર (ઉ.વ.૨૪) એ આરોપી સુરેન્દ્રનગર – મોરબી રૂટની એસ.ટી. બસ જેના રજીસ્ટર નંબર -જીજે-૧૮-ઝેડ- ૬૫૭૫ વાળીના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાનાં હવાલા વાળી સુરેન્દ્રનગર-મોરબી રૂટની એસ.ટી. બસ જેના રજીસ્ટર નંબર GJ-18-Z-6575 વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી પુર્વક ચલાવી ફરીયાદી ના ભાઈ રાકેશ છગન ડાવર ઉ.વ.૨૪ નાઓ હીરો સી.ડી ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટર નંબર MP-46-MT-5060 વાળુ લઈને મોરબીથી હળવદ તરફ આવતા હતા ત્યારે રોડ ઉપર સામેથી ભટકાડી અકસ્માત કરી શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રાકેશ નામના યુવકનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.