મોરબીમાં કપિરાજા દેખાતા સર્જાયું કુતૂહલ
મોરબી: મોરબીના મહેન્દ્રપરા સ્ટેશન રોડ પર જડેશ્વર મંદિર સામે એક વાંદરો ચડી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
મોરબી શહેરની આસપાસમાં કોઈ વન્યપ્રાણી ન હોય ત્યારે આજે અચાનક મોરબીના મહેન્દ્રપરા સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મંદિર સામે એક વાંદરો ચડી આવતા નાના બાળકો સહિતના લોકોમાં કુતૂહલ સર્જાયું હતું કપિરાજાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ લોકોએ કપિરાજાને કેળા સહિત અનેક ખાદ્ય સામગ્રી પિરસી હતી જે કપિરાજાએ હોંશે હોંશે ખાધી હતી. અને કપિરાજાને જોઇને બાળકો ગેલમાં આવી ગયા હતા.