Wednesday, October 30, 2024

તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે 31 જુલાઈ સુધી અરજી કરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કલા સાધકો માટે ત્રણ વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્પર્ધામાં ભાગ લેવા તા. ૩૧-૭-૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે.

આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ ‘અ’ (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ ‘બ’ (૩૧/૧૨/ ૧૯૯૫ થી ૩૦/૧૨/૨૦૦૪ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના ‘ખુલ્લા’ વિભાગમાં (૩૧/૧૨/૧૯૯૯૫ થી ૩૧/૧૨/ ૨૦૦૯ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે.

આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય – હિંદુસ્તાની, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ ‘અ’ તથા ‘બ’ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર ‘બ’ વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત – કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ ૧૯ સ્પર્ધાઓ ‘ખુલ્લા’ વિભાગમાં યોજાશે.

તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા:-૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા:‌ ૩૧-૦૭- ૨૦૨૪ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર