હળવદના જુના દેવળીયા ગામેથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ.૨૫,૨૦૦ તથા બીયર ટીન નંગ-૧૮૬ કિં રૂ.૧૮,૬૦૦ મળી કુલ કિં.રૂ. ૪૩, ૮૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય જેથી આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા રહે. જુના દેવળીયા તા. હળવદવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.