મોરબી કોંગ્રેસની ગાંધીગીરી : પ્રજાના પ્રશ્નોને લઈને નગરપાલિકા ખાતેશ્રી રામ ધૂન બોલાવશે
આવતી કાલે સોમવારે મોરબી કોંગ્રેસ લોક પ્રશ્નો ને લઈને મોરબી નગરપાલિકા કચેરી ખાતે શ્રીરામ ધૂન યોજશે
હાલમાં મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નોને લગતી પ્રાથમિક જરૂરીયાતો અંગે મોરબી શહેરની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ-રસ્તાઓ ઉપર ભરાયેલા જોવા મળે છે, ગટરના ઢાંકણાઓ ખુલ્લા તથા તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે શહેરમાં મચ્છરો-માખીઓનો ઉપદ્રવ થાય તેમ છે. તેમજ આવા મચ્છરો- માખીઓના ઉપદ્રવના કારણે શહેરમાં ભારે રોગચાળો ફાટી નિકળવાની દહેસત છે.
જેથી આવા પ્રશ્નોનું નગરપાલીકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતુ ન હોય, પ્રજાને ન્યાય મળતો ન હોય, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતી કાલે શ્રીરામ ધુનનું આયોજન કરેલ છે.
જેમાં મોરબી શહેરી જનોને જોડાવા કોંગ્રેસ પક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તારીખ: 22/07/2024 ને સોમવારે
સમય: સવારે 11:30 કલાકે
સ્થળ: નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ, મોરબી