મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે શિતલબેન ચૌહાણની નિમણૂક
મોરબી: મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયાની આગેવાનીમાં મહિલા યુવા કોંગ્રેસમાં મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે શિતલ બહેન કે. ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.
ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા , મોરબી તાલુકા યુવા પ્રમૂખ મિલનભાઇ સોરીયા. આઈ.ટી.સેલનાં મહેશભાઈ ફુલતરીયા અને મુસ્તાકભાઈ મહામંત્રી મોરબી જીલ્લા કોંગ્રેસ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.