Saturday, November 2, 2024

મોરબી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો : ત્રણ શંકાસ્પદ કેસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસો જોવા મળી રહ્ય છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાઇરસનો પગપેસારો થઈ ચુક્યો છે. અને રાજકોટ જિલ્લામાં બે બાળકોના મોત નિપજ્યા બાદ મોરબી જિલ્લામા ત્રણ શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે.

મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતમા ચાંદીપુર વાયરસનાં કેસ નોંધાઈ રહ્ય છે અને બાળકોના ટપોટપ મોત નિપજી રહ્યા છે. ત્યારબાદ આ ખતરનાક વાયરસનો પગપેસારો સૌરાષ્ટ્રમા થઈ ચુક્યા છે જેમાં મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ જોવા મળ્યા છે. મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ મોરબી તાલુકામાં અને એક કેસ ટંકારા તાલુકામાં જોવા મળ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી આરોગ્ય વિભાગે ત્રણેય શંકાસ્પદ કેસના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર