સાવધાન: ચાંદીપુરા વાયરસ મોરબીમા પગપેસારો કરે તે પહેલા તંત્ર અને બાળકોનાં વાલીઓ એલર્ટ થઈ જાવ
મોરબી: દેશમાં કોરોના વાઇરસ બાદ એક નવા વાઈરસે પગ પેસારો કર્યો છે જેનું નામ ચાંદીપુરા વાઇરસ છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે છ બાળકો મૃત્યુ પામ્યાં છે.
ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુરા નામની જગ્યાએ 1966માં સામે આવ્યો હતો. ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું છે . આ વાયરસના કેસ 2004 થી 2006 અને ફરીથી 2019 માં જોવા મળ્યા હતા. આ વાયરસનું કેન્દ્ર માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળ્યું છે – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત.
ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. આ વાયરસની મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે પણ મૃત્યુ થયા છે, તે આ વયજૂથમાં જોવા મળ્યા છે. મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી.
અત્યારે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળ્યા છે. ત્યારે આ વાઇરસ મોરબીમાં પગ પેસારો કરે તે પહેલાં તંત્ર અને વાલીઓએ અલર્ટ થઈ જવુ જોઈએ અને બાળકોની કાળજી રાખવી જોઈએ જેથી બાળક ચાંદીપુરા વાઇરસની ઝપેટમાં ન આવે ચાંદીપુરા વાઇરસથી બાળકોના ટપોટપ મોત નિપજી રહ્યા છે ત્યારે મોરબી વાસીઓને આ ચાંદીપુર વાઇરસને ગંભીર લઈ નીચે મુજબ કાળજી રાખવી જોઈએ.
ચાંદીપુરા રોગનાં લક્ષણોમાં સામાન્ય રીતે
હાઈગ્રેડ ફીવર (બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ), ઝાડા, ઊલટી, ખેંચ આવવી, અનિદ્રા અર્ધબેભાન અવસ્થા, અમુક કલાકોમાં કોમામાં, ચામડી ઉપર ઉપસેલાં ચિન્હો.
શું સાવચેતી રાખવી જોઈએ ?
ઘર અને આજુબાજુની જગ્યાએ સાફ સફાઈ રાખવી, ઉકરડા ગામથી દૂર રાખવા, મચ્છરદાનીમાં ઊંઘવું, પાણી ભરાઈ ના રહે તે સુનિશ્ચિત કરવું, મચ્છર, માખીનો ઉપદ્રવ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ.