Saturday, November 2, 2024

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય કારોબારીમાં 26 જેટલા પ્રશ્નો રજૂ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જૂની પેંશન યોજના પુન: પ્રસ્થાપિત નહિ થાય તો 16 ઓગસ્ટ – ૨૪ ના રોજ મહા આંદોલન કરવાની મહાસંઘની ચીમકી

અમદાવાદના ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠકમાં શાળા, બાળક અને શિક્ષકોના હિત માટેના આ મુજબના પ્રશ્નો ઉકેલ માટે સરકાર સમક્ષ રજુઆત કરવા રજૂ કરાયા જેમ કે

(1) શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ કરવા અંગે અને વર્ષ – 2005 પહેલાંના શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા માટેના સરકાર સાથે થયેલા સમાધાન મુજબના ઠરાવો બહાર પાડવા.

(2) HTAT મુખ્ય શિક્ષકોના બદલી અંગેનો ઠરાવ સત્વરે બહાર પાડવો

(3) ભરતી પહેલા તમામ પ્રકારના બદલી કેમ્પો કરવા,

(4) 31 જુલાઈ નાં સેટ અપ બાદ ત્વરિત ઓગસ્ટમાં કેમ્પો કરવા બાબત

(5) ભારત નેટ કનેક્શન જે શાળાઓમાં આપેલ છે ત્યાં નેટ કનેક્શન બરાબર ચાલતું ન હોય ઓનલાઈન કામગીરીમાં ખુબજ વિક્ષેપ પડે છે.

(6) જે શાળાઓમાં ભારત નેટની સુવિધાઓ આપેલ નથી એ શાળાઓમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ ફાળવવી.

(7) આધાર ડાયસ અને U DISE+ બંને મર્જ કરવા તેમજ બંને પોર્ટલમાંથી બિનજરૂરી માહિતી દૂર કરવી તેમજ દર વર્ષે દરેક વિદ્યાર્થીઓની 55 પ્રકારની માહિતી ફરીથી અપલોડ કરવી પડે છે એના બદલે માત્ર હાજરીના દિવસો અને ટકા જ અપલોડ કરવાથી માહિતી અપડેટ થઈ જવી જોઈએ જેથી ઓનલાઈન માહિતી અપલોડ કરવાનું ભારણ ઘટાડવા બાબત.

(8) ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિની દરખાસ્ત અપલોડ કરવામાં સરળતા કરવા બાબત.

(9) PFMS મા 100% ગ્રાન્ટની લિમિટ આપવા બાબત.

(10) SOE શાળામાં સર્વે મુજબનું રીપેરીંગ કામ સત્વરે શરૂ કરવા બાબત.

(11) શાળાઓમાં નવા વર્ગખંડો મંજુર થયા હોય એનું બાંધકામ સત્વરે શરૂ કરવા બાબત.

(12) જુના જ્ઞાનકુંજનો રીપેરીંગ અને મેઈન્ટેનશનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય એ મોંઘાભાવની વસ્તુ ચાલતી નથી શાળામાં બિન ઉપયોગી થઈ ગયેલ છે.બહાર રિપેરિંગ કરવામાં ખુબજ ખર્ચ થાય છે,જુના જ્ઞાનકુંજ ચાલુ કરવા બાબત.

(13) બાલવાટીકાના બાળકોને શિષ્યવૃત્તિનો અને ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવા બાબત.

(14) ટ્રાન્સપોર્ટેંશન માટે હાલ કોમર્શિયલ વાહન ઉપલબ્ધ ન હોય હાલ પૂરતી ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેંશન સુવિધા આપવા બાબત

(15) વિદ્યાસહાયક માટે બદલી નિયમોમા ફેરફાર બાબત.

(16) બદલી પામેલ શિક્ષકોને છુટા કરવા બાબત.

(17) HTAT મુખ્ય શિક્ષક સિવાયની શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળતા આચાર્યના ચાર્જ એલાઉન્સમા વધારો કરવા બાબત.

(18) એસ.ઓ.ઈ. સિવાયની શાળામાં જ્ઞાનસહાયક મુકવા બાબત

(19) શિક્ષકોને કેશલેશ મેડિકલ સારવાર પુરી પાડવા બાબત.

(20) 50% મોંઘવારી થતા કેન્દ્ર નાં ધોરણે ઘરભાડું ચૂકવવા બાબત.

(21) CPF ખાતા ખોલવામાં ખુબજ વિલંબ થાય છે વહેલી તકે ખોલવા બાબત

(22) શાળાઓમાં આપવામાં આવતી કન્ટિજન્સી તેમજ શાળાની સ્વચ્છતા માટે સ્વચ્છતા કર્મીને આપવામાં આવતા માનદ વેતનના દરોમા વધારો કરવા અને સમયસર આપવા બાબત

(23) ધો.3 થી 5 માટે LED સ્માર્ટબોર્ડ ફાળવવા બાબત

(24) રાજ્યકક્ષાએથી આપવામાં આવતું સાહિત્ય જેમ કે પાઠ્યપુસ્તકો, એકમ કસોટી બુક અન્ય શૈક્ષણિક સાહિત્ય પૂરતું આપવામાં આવે અને ઘટ હોય તો સત્વરે પુરી પાડવામાં આવે.

(25) શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોની સ્થાવર અને જંગમ મિલકતનો માહિતી માંગવામાં આવેલ છે એ ન માંગવી જોઈએ

(26) કોમન એન્ટ્રસ ટેસ્ટમાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે કે ખાનગી શાળામાં અભ્યાસ કરે શિષ્યવૃત્તિની રકમ બંનેને સરખી જ મળવી જોઈએ.

રાજ્ય કારોબારીમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ,હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, સંદીપભાઈ અદ્રોજા સિનિયર ઉપાધ્યક્ષ, કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ, હિતેશભાઈ પાંચોટિયા સહ સંગઠન મંત્રી, અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ વાંકાનેર રોહિતભાઈ ચીકાણી કાર્યકારી ઉપાધ્યક્ષ ટંકારા શૈક્ષિક મહાસંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર