મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી એડી. ચીફ. જ્યુડી કોર્ટ
મોરબી શહેરમાં આરોપીને કસુરવાન ઠેરવીને રૂ. 5,27,542/- વાર્ષિક 9% વ્યાજ સાથે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
મોરબી: સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મંડળીમાંથી ધિરાણ(લોન)ની ચૂકવણી ન કરનાર સખશને એડી ચીફ જ્યુડી. કોર્ટે સજા ફટકારી છે.
યમુના નગર 2, નવલખી રોડ, તા.,જી. મોરબી ગ્રામના રહેવાસી જાડેજા વિક્રમસિંહ મીઠુભા એ – તા. 12/09/2019 ના રોજ સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મોરબી પાસે થી ધંધાની સવલત માટે રૂ 4,00,000/- ધિરાણ(લોન) મેળવેલ હતી આ ધિરાણ(લોન)ની વસુલાત માટે આરોપી જાડેજા વિક્રમસિંહ મીઠુભાએ સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. 2,63,771/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. ના ઓથો. રાજેશકુમાર અમરશીભાઇ મારુએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી.ચીફ જયુડિ. મેજી.ની કોર્ટમાં મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર દ્રારા કેસ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. ડી.કે.ચંદાણીએ આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.2,63,771/- ની ડબલ રકમનો દંડ અને દંડ ચૂકવવામાં કસુર થયેથી 3 મહિના ની કેદ અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના પર 9% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવાનો ચુકાદો આપેલ છે જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.