મોરબીના જેતપર મચ્છુ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે યુવકના ઘર પાસે કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ચેતનભાઈ ધનજીભાઈ જાકાસણીયા (ઉ.વ.૩૮) રહે. જેતપર મચ્છુ ગામ. તા. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના હવાલાવાળુ શ્રી ગાળા કલ્યાણ સેવા સહકારી મંડળીના માલિકીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એબી-૪૧૬૩ જેની કિંમત રૂ.૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.