મોરબી જિલ્લામાં વધુ એક પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધાયો
હળવદમાં ફરજ પર ગેરહાજર રહેતા પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર પોતાની ફરજ પર ગેરહાજર રહેતા હોય અને હાજર થવા માટે ત્રણવાર નોટીસની બજવણી કરવા છતા પોતાના મનસ્વી પણે ફરજ પર ગેરહાજર રહેતા હળવદ પોલીસ ઇન્સ્પેકટર રાજેશ તુલજાશંકર વ્યાસે આર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.