હળવદમાં રહેણાંક મકાનમાંથી રૂ.૭૧ હજારના મત્તામાલની ચોરી
હળવદ : હળવદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે હળવદ પટેલ છાત્રાલય પાસે આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા સહિત કુલ રૂ.૭૧,૬૫૦ ના મત્તામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં પટેલ છાત્રાલય પાસે આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ઇશ્વરભાઇ પરમાર (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રહેણાક મકાનમાં કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરના મુખ્ય દરવાજાનુ લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમનાં દરવાજાનો નકુચો તોડી બેડરૂમમાં આવેલ પતરાની તિજોરીનું લોક તોડી તેમાં મુકેલ રોકડા રૂપિયા રૂ. ૧૫૦૦૦ તથા સોના ચાંદીના દાગીના રૂ. ૪૬૬૫૦ તથા ચાંદીના સિક્કા કી. રૂ. ૧૦, ૦૦૦ મળી કુલ્લે રૂ. ૭૧,૬૫૦/- ના મત્તાની ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.