મોરબી: ત્રણ પોલીસ કર્મચારી ટ્રેનીંગમા ફરજ પર ગેરહાજર રહેતા ગુનો દાખલ
મોરબી: મોરબીમાં આરોપી ત્રણ પોલીસ કર્મચારી હોય અને તેઓને બેઝીક તાલીમ માટે રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર (સોરઠ) ખાતે ટ્રેનીંગમા જવા છુટા કરતા આરોપીઓ કાયદેસરની ફરજ ઉપર ગેરહાજર રહેતા ત્રણે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પોલીસ હેડ કવાર્ટરમા રહેતા રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર સહદેવસિંહ માવસંગભા ચૌહાણએ આરોપી સંજયકુમાર રાયધનભાઇ ડાંગર, આર્મ પોલીસ કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી, ખાલીદખાન રફીકભાઇ કુરેશી આર્મ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી, મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકી આર્મ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ પોલીસ કર્મચારી હોય અને તેઓને બેઝીક ગુજરાત કેડર કોર્ષ (ADI Basic) તાલીમ માટે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે ટ્રેનીંગમાં જવા, છુટા કરવા છતા, પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજમાં ગફલત કરી, કાયદેસરની ફરજ ઉપર ગેરહાજર રહી ગુનો કર્યો હોવાથી આરોપીઓ વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ ૧૪૫(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.