હળવદનો બ્રાહ્મણી-૦૨ ડેમ ઓવરફ્લો; એક દરવાજો ખોલતા નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા
હળવદ: હળવદ વિસ્તારમાં ઉપરવાસ વરસાદના કારણે હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયેલ છે. જેથી ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.
આ યોજનાના નીચાણવાસમા આવતા નવ ગામો સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ના કરવા તેમજ તકેદારીના પગલા લેવા સુચના આપવામા આવી છે. લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવે છે.