મોરબીના સિપાઇવાસમા મહિલા પર આઠ શખ્સોનો હુમલો
મોરબી: મોરબીના સિપાઈવાસમા મહિલા મોહરમના તેહવાર અર્થે છબીલે નિયાઝ લેવા માટે ગયેલ હોય તે દરમ્યાન આરોપી લાઈન વચ્ચે ઘુસી જતા મહિલાએ આરોપીને ટોકતા આઠ શખ્સોએ ઢિકાપાટુનો માર મારેલ તથા સાહેદ વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઇવાસ મસ્જીદવાળી શેરીમાં રહેતા અંજુબેન જુસબભાઈ ઇબ્રાહિમભાઈ જીંદાણી (ઉ.વ.૩૬) એ આરોપી અનીશાબેન તોફિકભાઇ મતવા, જુબેદાબેન કાસમભાઇ, હાજીભાઇ મુસાભાઇ મતવા, શકીનાબેન ઇબ્રાહિમભાઇ મતવા, અમીનાબેન ઇબ્રાહિમભાઇ મતવા, ઇનાયતભાઇ મુસાભાઇ મતવા, સલીમભાઇ ઇબ્રાહિમભાઇ મતવા, મુસાભાઇ ઇબ્રાહિમભાઇ મતવા તમામ રહે. સિપાઇવાસ મસ્જીદ વાડી શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોહરમના તેહવાર અર્થે છબીલે નિયાઝ લેવા માટે ગયેલ હોય તે દરમ્યાન આરોપી અનીશાબેન લાઇનમાં વચ્ચે ઘુસી જતા ફરીયાદીએ તેને લાઈનમાં ઘુસવા બાબતે ટોકતા તેઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ જેમાં સાહેદ જુબેદબેન વચ્ચે પડતા તેમને આરોપીઓએ લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.