કલેકટર મહેરબાન તો ભુ માફિયા પહેલવાન
મોરબી જિલ્લા તંત્ર અવાર નવાર જમીન ભષ્ટ્રાચાર ને લઇ ને ચર્ચા માં રહિયું છે અને નિયમ ફકત ગરીબ લોકો માટે જ હોઈ છે
મોરબી જિલ્લા ના ઘુનડા (સ) ના ખેડૂત પ્રવીણભાઈ પોતાની માલિકીની સર્વે નં ૨૯૯ ની જમીન ધરાવે છે બાજુમાં જ આવેલી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સર્વે ૨૯૮ વાળાઓ એ પ્રવીણભાઈ ની જમીન માં તથા આજુબાજુ આવેલા ખરાબ સર્વે માં ગેરકાયદેસર દબાણ કરેલ છે અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ વાળાઓ એ બાજુમાં આવેલ સરકારી ખરાબામાં પાક્કું બાંધકામ કરેલ છે
ખેડૂત દ્વારા ૨ વર્ષ થી રજુવાત કરવા છતાં જગ્યા ખાલી કરી નહિ જાણે કાયદો ખીચા માં હોઈ અને બનીયું પણ એવું જ જમીન ઉપર નું દબાણ દૂર ના થતાં ૬/૨/૨૦૨૪ના રોજ ખેડૂત દ્વારા લેન્ડ ગ્રેબીંગ ની અરજી કરી મોરબી મામમલતર દ્વારા બંને ના નિવેદન લેવામાં આવીયા જેમાં મોરબી મામલતદાર દ્વારા સ્કૂલ હોવાથી વચગાળાના અહેવાલ આપવામાં આવીયા જોકે ડી. એલ.આર દ્વારા સ્પષ્ટ અભિપ્રાય આપેલ કે વિનય સ્કૂલ ના ભાગીદારો દ્વારા સરકારી ખરાબાની જમીન માં પાકા બે માળના બિલ્ડિંગ અને સ્વિમિંગ પૂલ અને ખેડૂતની જમીનમાં દબાણ કર્યું છે હાલ અનેક રજુવતો કરવા છતાં કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી મોરબી મામલતદાર ની કાર્ય પદ્ધતિ ના ભાવની યાદી તો આવી ગઈ છે તો છું કલેક્ટર પણ ફકત રૂપિયા રૂપિયાના જોરે નિર્યણ માં વિલંબ કરી સ્કૂલ ના ભાગીદારો ને મદદ કરે છે કે પછી કોઈ માણસનો આ જમીન પચાવી લેવાનો ખેલ છે
રાજ્ય સરકારે હમણાં પરિપત્ર બહાર પાડ્યો કે કોઈ સરકારી જમીનમાં દબાણ કરે તો મામલતદારે તાત્કાલિક ફરિયાદી બની કાર્યવાહી કરવી પરતું સરકારી પરિપત્ર ને મોરબી પ્રશાસન ઘોળી ને પી ગયું હોય તેમ લાગે છે . જો કલેક્ટર ની કાર્યપદ્ધતિ આ મુજબ રહેશે તો લોકો ને તંત્ર પર થી વિશ્વાસ જ ઉઠી જસે પાંચ મહિના છતાં કોઈ નિર્યણ ના થતા તંત્રની કામગીરી શંકા ઉપજેવે તેવી છે.