વાંકાનેરના મહીકા ગામ પાસે રોડ પર જોખમી બાઈક સ્ટંટ કરનાર ઇસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે નેશનલ હાઇવે રોડ પર જોખમી બાઈક સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો જેને પગલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ ચલાવી બાઈક સ્ટંટ કરનાર ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં હાઇવે રોડ ઉપર બાઇક વડે જોખમી સ્ટંટ કરી આમ લોકોની જીંદગી જોખમમાં મુકતા ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે રોડ પર બાઇક વડે સ્ટંટ કરતા ઇસમનો વિડીયો વાયરલ થતા જે વિડીયો ગંભીરતાથી લઇ તપાસ ચલાવતા વાયરલ થયેલ વીડીયોમાં જોવામાં આવતા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. II. lovely_sanjudo_0812.11 ની તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.સંજયભાઈ રમેશભાઇ મકવાણા રહે.મહીકા તા.વાંકાનેર વાળાના હોવાનું જણાઇ આવતા મહીકા ગામે બાઇક સ્ટંટ કરનાર ઇસમ સંજયભાઈ રમેશભાઇ મકવાણા ઉવ.૧૯ રહે.મહીકા, કાબરાનેસ તા.વાંકાનેરવાળાને શોધી કાઢી ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી બાઇક કબજે કરવામાં આવેલ છે.