હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર
હળવદ: હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી મોહિત હસમુખભાઈ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા. હળવદવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧ કિં રૂ. ૭,૩૫૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો છે જ્યારે આરોપી મોહિત હસમુખભાઈ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.