રવિવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: આવતીકાલે તારીખ ૧૪-૦૭-૨૦૨૪ ના રવિવારના રોજ નવા કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.
જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસનો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.