ટંકારાના હડમતીયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્લોટ વિસ્તારમાં નીશાળની બાજુમાં ખૂલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા રાહુલભાઈ દલપતભાઈ ચાવડા (ઉ.વ.૩૨) તથા નાથાભાઈ હમીરભાઇ ચાવડા (ઉ.વ.૩૫) રહે. બંને હડમતીયા ગામ તથા લખમણભાઇ અમુભાઈ જાદવ(ઉ .વ.૩૫) રહે. સંજનપર તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૩,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.