મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી જીલ્લામા અઠવાડિયામાં એક બે બાઈકની ગઠીયા ચોરી કરી નાસી જતા હોય છે ત્યારે મોરબી શહેર અને હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના હાંડલા ગામે રહેતા ખેતાભાઈ વાલાભાઇ મહીડા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના દરબાર ગઢ પાસે ઝુલતા પુલની ટીકીટ બારી સામે એસ.બી.આઈ બેન્કની બાજુમાં ગ્રીનચોકમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સન ૨૦૧૯ નું મોડેલ જેના રજીસ્ટર નંબર -જીજે-૧૧-સીબી-૧૧૭૩ જેની કિંમત રૂ. ૬૦,૦૦૦ વાળુ મોટરસાયકલ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી ફરીયાદ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા દિપકભાઈ દેવશીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં ફરીયાદીની વાડીના ઢંક પાસેથી ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-ડી-૭૩૯૧ જે સને ૨૦૧૬ નું મોડેલ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.