મોરબીમાંથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના કુબેરનગર-૦૧ જવાના રસ્તા ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબીના કુબેરનગર-૦૧ જવાના રસ્તા ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો મહેશભાઈ બાબુભાઈ ઓગણીયા (ઉ.વ.૨૦) તથા ચંદુભાઈ નાનજીભાઈ કાઠિયા (ઉ.વ.૩૦) રહે. બંને કુબેરનગર મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૧૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.