માળીયા – મોરબી હાઈવે પરથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
માળીયા (મી): માળીયા – મોરબી હાઈવે રોડ ઉપર મામા ભાન્જા હોટલ સામેથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા – મોરબી હાઈવે રોડ ઉપર મામા ભાન્જા હોટલ સામે આરોપી મોહિતપુરી નિલેશપુરી ગૌસ્વામી (ઉ.વ.૩૩) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૩૬૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૨૪૦૦ મળી કુલ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.