ટંકારા: બંગાવડી ડેમ 70% ભરાતા નદીના પટમાં અવર જવર નહિ કરવા ચેતવણી
મોરબી: ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ બંગાવડી ડેમ ૭૦% ભરાતા નદીના પટમાં અવર જવર નહી કરવા ચેતવણી અપાઈ તથા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા.
ટંકારા તાલુકાનાં બંગાવડી ગામ પાસે આવેલા બંગાવડી ડેમમાં ડેમની ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રહશક્તિના 70 % ડેમ ભરાઈ ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે, તો ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા હોય, તો ડેમની હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના બંગાવડી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી તથા રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા, તેમજ માલ મિલકત તથા ઢોર ઢાખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રેહવા ચેતવણી આપવામાં આવી છે.