છે કોઈ રોકવા વાળું રખેવાળ!: ટીંબડી પાટીયા નજીક રોડ પર માટીના ઢગલા
ખાણખનીજ વિભાગ મોરબીમાં છે કે નહીં તે સો મણનો સવાલ
મોરબીના ટીંબડી પાટીયા થી પીપળી જતા રોડ પર માટીના ઢગલા કરી ખાણ ખનીજ વિભાગ ખિસ્સામાં હોવાનો સંદેશ આપતા ખનીજ માફિયા
મોરબીના ટીંબડી પાટીયા થી પીપળી જતા રોડ ઉપર કોઈ અજાણ્યો વાહન ચાલક માટીના ઢગલા કરી ગયો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખાણ ખનીજ વિભાગ ની કામગીરી પર લોકો સવાલો ઉઠી રહ્યા છે.
મોરબી જીલ્લામાં રેતીના, માટીના, ડમ્પર અને ટ્રક માતેલા સાંઢની જેમ ચાલી રહ્ય છે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવેલ નહી ત્યાંરે આજે તો આ વાહન ચાલકો પોતાની હદ વટાવી ગયા છે મોરબીના ટીંબડી પાટીયા થી પીપળી જતા રોડ ઉપર કોઈ અજાણ્યો વાહન ચાલક રોડની વચ્ચો વચ્ચ માટીના ઢગલા કરી દિધા હતાં જેના કારણે ત્યાથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતા તંત્રને આ દેખાતું નથી કેમ કે આ અંધ તંત્ર છે આખા ગામને આ ઘટનાની ખબર છે પરંતુ તંત્ર દ્વારા રોડ પરથી માટીના ઢગલા હટાવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ન ધરતાં લોકો નિંભર તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે કેટલા સમયમાં તંત્ર દ્વારા આ માટીના ઢગલા રોડ પરથી દુર કરવામાં આવશે અને માતેલા સાંઢની જેમ દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.