ખોટુ નામ ધારણ કરી ખોટા કાર્ડ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતો પોરબંદરનો શખ્સ ઝડપાયો
મોરબી: પોરબંદરના એક શખ્સે ખોટુ નામ ધારણ કરી ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ આને શ્રમ કાર્ડ ખોટા બનાવી ખરા તરીકે ઉપયોગ કરનાર પોરબંદરના શખ્સને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ પોરબંદર જીલ્લાના કુંતીયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ભીમશી કેશુરભાઈ કંડોરીયાની મોરબી સીટી બી ડીવીજન પોલીસે અટક કરતા પોતાનુ સાચુ નામ ભીમશી કેશુર કંડોરીયા રહે.ગામ.ચૌટા તા.કુંતીયાણા જી.પોરબંદર વાળો હોવાનુ પોતે જાણતો હોય તેમ છતા નહી જણાવી પોતાના નામ ની ખોટી માહીતી આપી ખોટા નામ તરીકે રાણાભાઇ દેવાભાઇ વેગડા નામ ખોટુ ધારણ કરી તે નામના ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ અને શ્રમકાર્ડ ખોટા બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.