માળીયાના સરવડ ગામે પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
માળીયા (મી): માળીયા તાલુકાના સરવડ ગામે યુવાને ત્રણ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે પરત આપી દેવા છતા ત્રણ શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી રૂપિયા પરત નહીં આપે તો માર મારવાની ધમકી આપતા હોવાની યુવાને વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં વ્યાજખોરી ડામવા પોલીસ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસો નીષ્ફળ નીવડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વ્યાજખોરો પોલીસના ડર વગર ગમે તેને ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે માળીયા (મી) તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઇ લોદરીયા (ઉ.વ.૨૩) એ આરોપી વિરમભાઇ હમીરભાઇ કરોતરા રહે. શક્ત શનાળા તા.જી. મોરબી, કિશનભાઇ ઉર્ફે દુષ્યન્તભાઇ મહેશભાઈ અજાણા રહે. શક્ત શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ તા.જી. મોરબી તથા પ્રવિણભાઇ રબારી રહે. ખાનપર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી પાંચ પાંચ લાખ રૂપીયા ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ તે પેટે ફરીયાદીએ આરોપીઓને ૮૦ લાખ આજદીન સુધી આપવા છતા આરોપીએ વધુ પાંચ લાખ રૂપીયા આપવાનુ કહી ફરીયાદીને ફોનથી વોટસેપ કોલ કરી ગાળો આપી માર મારવાની ધમકી આપી વધુ પાંચ લાખ રૂપીયા આપવાની માંગણી કરી ફરીયાદી પાસેથી વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.