હળવદ : હળવદ પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે અંગેજી,ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું હળવદ પોલીસ દ્વારા આયોજન કરાયું.
પોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોમાં કોશલ્ય વિકાસ થાય તથા અભ્યાસની પ્રવૃતીઓમાં વધારો થાય તે માટે હળવદ પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે અંગેજી, ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવાની સુચના કરેલ હોય જેથી તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૧૦/૦૭/૨૦૨૪ સુધી દીન-૧૦ માટે હળવદ પોલીસ લાઇન ખાતે અંગેજી,ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં હતું.
જેમાં ધો.૧ થી ૧૦ સુધીના આશરે ૩૫ જેટલા બાળકોએ કોચીંગ કલાસીસનો લાભ લીધેલ હતો. અને તમામ બાળકોને કોંચીંગ કલાસીસ પુર્ણ થયેથી પ્રોત્સાહન રૂપે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા શૈક્ષણીક કીટની ભેટ આપવામાં આવેલ હતી.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)