મોરબીના ઘુંટુ ગામે વૃદ્ધને એક શખ્સે લાકડાના ધોક્કા વડે ફટકાર્યો
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેમના બંને દિકરાઓ વૃદ્ધ સાથે બોલાચાલી કરતા હતા જેથી આરોપી એક શખ્સને સારૂ ન લાગતા આરોપી વૃદ્ધના ઘર પાસે લાકડાના ધોક લઇ આવી વૃદ્ધને કહેવા લાગેલ કેમ ગાળો બોલો તેમ કહી ગાળો આપતા વૃદ્ધે ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઇ જઇ વૃદ્ધને ધોકા વડે માર માર્યો તથા સાહેદ ગીતાબેનને ધક્કો મારી ઈજા કરી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા (ઉ.વ.૬૦) એ આરોપી કિશન વીનુભાઈ કોળી રહે. ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી ગીતાબેન પોતાના ઘરે હતા ત્યારે ફરીયાદી સાથે તેના બન્ને દિકરાઓ એકબીજા બોલાચાલી કરતા હોય જેથી આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીના ઘર પાસે લાકડાનો ધોક્કો લઇને આવી અને ફરીયાદીને કહેવા લાગેલ કે, તમો ગાળો કેમ બોલો છો ? તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો ભુંડા આપવા લાગેલ જેથી ફરીયાદીએ આરોપીને ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને તેના હાથમા રહેલો લાકડાનો ધોક્કા વડે ફરીયાદીને ઈજા પહોંચાડી તથા સાથી ગીતાબેનને ધક્કો મારી નીચે પછાડી દઈ ફેક્ચર જેવી ઈજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.