મોરબી: પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા
મોરબી: મોરબીમા પાટીદાર સમાજના વધુ 2 ઘડિયા લગ્ન યોજાયા હતા જેમા જીકીયારી ગામે મેલડી માતાજીના મંદિરે ગાળા ગામના નિવાસી રમેશભાઈ ધનજીભાઇ ઉઘરેજાની સુપુત્રી ચી. ભારતીબેનના શુભલગ્ન જીકીયારી ગામના નિવાસી ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાના સુપુત્ર ચી. કિશનકુમાર સાથે યોજાયા હતા. જ્યારે રમેશભાઇ ધનજીભાઇ ઉઘરેજાના સુપુત્ર ચી. હર્ષદકુમારના સુભલગ્ન ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાની સુપુત્રી ચી. દક્ષાબેન સાથે યોજાયા હતા.
આ ઘડિયા લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કારોબારી સભ્યઓ તથા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ સીદસરના કારોબારીના સભ્યોએ હાજર રહીને નવ દંપતીને આશીર્વાદ આપીયા હતા.