Friday, February 14, 2025

માળીયાના જુમાવાડી પાસેથી ચોરીના શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે બે ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી) વિસ્તારના જુમાવાડી નજીકથી ચોરીના શંકાસ્પદ કોલસો તેમજ કોલસાની હેરફેરમાં ઉપયોગ કરેલ બોલેરો તથા બોટ સાથે બે ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયા છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જુમાવાડી પાસે આવતા જાહેર રોડની સાઇડમાં એક બોલેરોના કેરીયરમાં પ્લાસ્ટીકની કોથળીમાં કોલસા ભરેલ હાલતમાં એક ઇસમ મળી આવેલ તેમજ બાજુમાં દરીયા તરફના કાઠે કોલસા ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ (બાચકા) નો ઢગલો કરેલ તેમજ આ કોલસાને દરીયામાંથી કાઢવા માટે ઉપયોગમાં લીધેલ એક પીલાણુ બોટ સાથે નાવીક હાજર મળી આવેલ મુદ્દામાલ સાથે આરોપી હારૂનભાઇ સુલેમાન સાઇચા ઉવ.૬૦, જાફરભાઇ ઓસમાણ ભાઇ પરાર ઉવ.૩૦ રહે. બંને જુમાવાડી નવલખી તા.માળીયાવાળાને પકડી પાડી પુછપરછ કરતા આધાર બીલ માંગતા ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ આપતા ન હોય જેથી આ કોલસા ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ તથા કોલસો ભરેલ બોલેરો તેમજ કોલસાને દરીયામાંથી બહાર કાઢવા ઉપયોગમાં લીધેલ બોટને ઇસમોએ ચોરીથી કે છળકપડથી મેળવેલનુ જણાતુ હોય જેથી કોલસાની કુલ કોથળીઓ નંગ-૨૬૮ જેનુ વજન ૫૮૪૦ કિલોગ્રામ જેની કુલ કિ.રૂપીયા ૨૩,૩૬૦/- તેમજ બોલેરોની કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- તેમજ પીલાણુ બોટની કિ.રૂપીયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૩૮,૩૬૦/- ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ર૦ર૩ ની કલમ ૧૦૬ મુજબ કબજે કરી માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર