Friday, February 14, 2025

મોરબીના ચકચારી ગેંગરેપના તથા એટ્રોસીટી કેશના આરોપીઓનો નિર્દોષ છુટકારો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સૌથી ચકચારી નગરપાલીકાના કર્મચારી પર થયેલા ગેંગ રેપના તથા એટ્રોસીટી કેશના આરોપી આશીષભાઈ હેમંતભાઈ આફ્રોજા તથા પંકજ અશ્વિનભાઈ પરમારની તેમની સામે નોંધાયેલ સમગ્ર ફરીયાદ તથા કેશના તમામ પ્રોસીડીંગ રદ કરી ગુજરાત હાઈકોર્ટે બંને આરોપીઓનો નિંદોષ જાહેર કર્યા.

વર્ષ ૨૦૨૨ મા મોરબીની રવાપર ચોકડીએ સફાઈ કરતા હતા તે દરમ્યાન એક સ્વીફ્ટ કારવાળા આવેલ અને ધારીયું બતાવી ડરાવી ગાડીમાં બેસાડી લઈ ગયેલ અને બળજબરીથી ભોગબનનાર સાથે દુષ્કર્મ આચરેલ હોવાની ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૨૩,૩૬૫,૩૭૬ (ડી), ૫૦૪, ૫૦૬(૨), ૧૧ તથા અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) સુધારણાઅથી. ૨૦૧૫ની કલમ- ૩ (૧)(ડબલ્યુ) (૧), ૩(૨) (૫), ૩ (૨) (૫-અ) તથા જી.પી. એકટ ની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને પરતો પુરાવો જણાતા આરોપીઓ સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજની કોર્ટમાં ચાલેલ અને આરોપીઓ તરકે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. ફરીયાદ પક્ષે ફરીયાદિ તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી.

આ કેસ ચાલતા તે દરમ્યાન આરોપીએ પોતાના એડવોકેટ મારફત નામ. ગુજરાત હાઈ કોર્ટમાં સીઆર.પી.સી. કલમ-૪૮૨ હેઠળ કન્સાઈટ ક્વોસીંગ પીટીશન ફાઈલ કરેલ. નામ.ગુજરાત હાઈકોર્ટે કેસની હકીકતો તથા ઠરીયાદીનું સોગંદનામું સમગ્ર બાબતો વંચાણે લીધા બાદ બંને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લઈ હવે બંને પક્ષકારો વચ્ચે કોઈ તકરાર ન હોય અને સમગ્ર સમાજનું હિત ધ્યાને લઈ નામ. ગુજરાત હાઈ કોર્ટે ગીયાનસીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ એન્ડ રીર્પોટેડ ૨૦૧૨ ૧૦ SCC 303, મદન મોહન વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ ૨૦૦૮ ૪ SCC 58, નીખીલ મર્ચન્ટ વિ. સી.બી.આઈ રીપર્પોટેડ ૨૦૦૯(૧) GLH 190 અને નરેન્દુશીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ ૨૦૧૪ (૨) CRIME 67 SC વીગેરે જજમેન્ટ ટાંકી મોરબી એ ડિવી. માં થયેલ ફરીયાદ તથા તમામ પ્રોસીડીંગ રદ કરવાની હુકમ કરેલ અને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ.

આરોપી તરફ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એડવાકેટ આલોક. એમ. ઠકકર તથા મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અંગેચણીયા તથા યુવાન એડવોકેટ જીતેન ડી. અંગેચણીયા, જે.ડી. સોલંકી, વી, ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર