Friday, February 14, 2025

ટંકારામાં રૂપિયાની લેતીદેતી બાબતે પરિવારને જાનથી મારી નાંખવાની આપી ધમકી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારામાં મહિલાના પતિ અને દિયરે આરોપી પાસેથી રૂપિયા લિધેલ હોય જેની ઉઘરાણી કરવા પાંચ ઇસમો ઘર જતા રૂપીયા લેનાર હાજર ન મળતા મહિલા અને તેની દેરાણી અને નંણદોને પાંચ ઇસમોએ જેમ ફાવે તેમ ગાળો આપી અલીભાઈએ લીધેલ રૂપિયા પાછા આપી દે જો નહિતર જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ ટંકારાના જીવાપરા શેરીમાં રહેતા અને ઘરકામ કરતા નશીમબેન અલીભાઇ સોર્હવદી (ઉ.વ‌.૪૮) એ આરોપી અનુભાઈ કટીયા રહે. મોરબી, જાવિદભાઈ રહે. પડધરીવાળા તથા અજાણ્યા ત્રણ ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદિના પતિ અને દિયર અબુભાઇ પાસે રૂપીયા માંગતા હોય અને ફરીયાદીના દિયર રાજસ્થાન જેલમા હોય અને ફરીયાદીના પતિ હાજર ન હોય તે વખતે આરોપી અનુભાઈ તથા જાવિદભાઈ હાથમા લાકડી રાખી તેમજ તેની સાથે અજાણ્યા ત્રણ ઇસમો ફરીયાદિના ઘરમા આવી ફરીયાદીને તથા તેની નણંદો અને દેરાણીને જેમફાવે તેમ ગાળો આપી અલીભાઈએ લીધેલ રૂપીયા પાછા આપી દે જો નહિતર બધાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર