મોરબીના નાની વાવડી ગામે ગાયત્રી યજ્ઞ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબીમાં પર્યાવરણ પ્રદુષણની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેના નિવારણ માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય છે ત્યારે મોરબીના નાની વાવડી ગામે ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ અને ગાયત્રી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગાયત્રી યજ્ઞમા ગાયત્રી માતાના મંત્રોનો જાપ કરીને યજ્ઞમાં આહુતિ આપી હતી. ગાયત્રી માતાના મંત્રોના ઉચ્ચારણથી નાની વાવડી ગામે વાતાવરણ પવિત્રમય બની ગયું હતું.
આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર તેમજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી.ઓ.તેમજ તાલુકા વિકાસ અધિકારી ટી.ડી.ઓ.તેમજ ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા તથા નાની વાવડી ગામના સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યઓ અને ગામના વડીલો, સહકારી મંડળીના સદસ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા.