રાતીદેવરી ગામ નજીક રોડ પર જોખમી સ્ટંટ કરનાર યુવકને પોલીસે કાયદનુ ભાન કરાવ્યું
વાંકાનેર: વાંકાનેર-પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરનાર મોટરસાયકલ ચાલક યુવકને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ.
મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ નિયમનની કામગીરીમાં કાર્યરત હતા જે દરમ્યાન instagram સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મોટરસાયકલનો સ્ટંટ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરતા.
જે વિડીયો જોતા જેમાં વાંકાનેર- પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર એક મોટર સાઇકલ ચાલક પોતાના હવાલાવાળુ મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી સર્પાકારે મોટર સાયકલ ઉપર ઉભા-ઉભા સ્ટંટ કરતો ચલાવી નીકળતા, પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તેવુ કૃત્ય કરેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના રજી. નંબર -GJ-03- HC-8736 વાળા હોવાનુ જણાય આવતા, તુરત જ રજીસ્ટર નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-03-HC-8736 ના બાઈક સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી બાઈક ચાલક સાગરકુમાર અશોકભાઇ વરાણીયા ઉ.વ.૨૧ રહે. નવાગામ (લખધીરનગર) તા.જી. મોરબીવાળને ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનુ ભાન કરાવેલ છે.