મોરબીના શનાળા રોડ પર ભાઈના બર્થ ડેની ઉજવણી કરવી પડી ભારે
મોરબી: મોરબીના શનાળા રોડ પર સરદારબાગ સામે ભવાની શોડાની બાજુમાં જાહેર રોડ પર ભાઈના બર્થ ડેની ઉજવણી કરી ફટાકડા ફોડી બેદરકારી ભર્યું કૃત્ય કરનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર શ્રધ્ધાપાર્ક શેરી નં -૦૩મા રહેતા આરોપી વિજય નિતીનભાઇ પીલોજપરા (ઉ.વ.૨૪) એ પોતાના ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે મોરબીના શનાળા રોડ ઉપર ટ્રાફિકની અવરજવર વાળા જાહેર રોડ પર ફટાકડા ફોડી બેદરકારી કરેલ હોવાથી આરોપી વિજય વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.