હળવદના રાયસંગપર ગામે પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા યુવાનનું મોત
હળવદ: હળવદ તાલુકાના રાયસંગપર ગામે ચક્કર આવી ખાડામા પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પરેશભાઇ શંભુભાઇ નાયક ઉ.વ-૨૮ રહે. હાલ-રાયસંગપર ગામની સીમમા અમ્રુતભાઇ હમીરભાઇ ચૌહાણ રહે-રાયસંગપર તા-હળવદ વાળાની વાડીએ મુળ રહે-હમિરપુરા તા-ક્વાટ જી છોટાઉદેપુર વાળા રાયસંગપર ગામ પાછળ નદીના કાઠે આવેલ સીમના રસ્તા ઉપર ચાલીને જતા હોય અંચાનક ચક્કર આવીજતા રસ્તાની બાજુમા આવેલ પાણી ભરેલ ખાડામા ઉધા પડી ડૂબી જતા પરેશભાઈ નામના યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.