ટંકારા નગરપાલિકા બનાવવાની કવાયત તેજ, અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
ટંકારા: ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપેલ છે જેથી નગરપાલિકાના વહીવટદાર તરીકે ટંકારા મામલતદારની નિમણુક કરવામાં આવેલ છે. તથા સરકાર દ્વારા ચીફ ઓફીસર, મ્યુનિસિપલ ડે.એકાઉન્ટન્ટ, મ્યુનિસિપલ ઇજનેર સહિતનાને વધારાનો ચાર્જ સોંપાયો છે.
પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોન દ્વારા વિવિધ અધિકારીઓને ટંકારા નગરપાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેમાં વાંકાનેર ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને ટંકારા પાલિકાના ચીફ ઓફિસર, માળિયા પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર વિવેક ગઢિયાને ટંકારા પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર તેમજ ગોંડલ પાલિકાના મ્યુનીસીપલ ડે.એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા મ્યુનીસીપલ ડે. એકાઉન્ટન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.