તસ્કરોનો તરખાટ; મોરબીના કેરાળા(હરીપર) ગામે રહેણાંક મકાનમાંથી 3.5 લાખથી વધુના મત્તામાલની ચોરી
મોરબી: મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૩,૫૨,૧૧૨ ના મુદ્દામાલની ચોરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતા અમરશીભાઈ શીવાભાઈ ચારોલા (ઉ.વ.૬૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રાત્રીના કોઈપણ સમયે ફરીયાદીના ઘરના પાછળના ભાગે રસોડાના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી બેડ રૂમના લોખંડના કબાટની તીજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના કિં રૂ. ૨,૦૨,૧૧૨ તથા રોકડ રૂ.૧,૫૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી તેમજ સાહેદ ફરીયાદિના નાનાભાઈ દિનેશભાઇના મકાનનો મેઈન દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.