હળવદના રાયસંગપરમા પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકની હત્યા કરનાર બે ઈસમોની ધરપકડ
હળવદ: હળવદ તાલુકાના રાયસંગપર ગામે કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું યુવકનું મોત નિપજ્યું હતું. જેથી હત્યાના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકાના રાયસંગપરમા બંને આરોપીઓની બહેનને શામજીભાઇ બાબુભાઈ લોલાડીયાવાળો ભગાડી લઈ ગયેલ હોય જે બાબતનો ખાર રાખી બંને આરોપીઓએ ફરીયાદી બાબુભાઇ ગોકળભાઇ લોલાડીયા ઉવ.૬૦ રહે.રાયસંગપર હનુમાનજીપરા તા.હળવદ વાળાના ઘરમાં પ્રવેશ કરી આરોપી ગૌતમભાઈ કરમણભાઈ લોલાડીયાનાએ તેના હાથમાં રહેલ છરી વતી શામજીભાઇને પેટના ભાગે જીવલેણ ઈજા કરી હતી તથા સાહેદ ગોપાલને પણ મારી નાખવાના ઈરાદે પેટના પડખાના ભાગે ગંભીર ઈજા કરેલ હોય તેમજ આરોપી વિપુલભાઈ કરમણભાઈ લોલાડીયા એ લોખંડના પાઈપ વતી ફરીયાદીને માર માર્યો હોય જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા શામજીભાઇ બાબુભાઈ લોલાડીયાનુ મોત નિપજ્યું હોવાની ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા.
ફરીયાદના આધારે ખુનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને ઝડપી પાડવા મોરબી એલસીબી તથા હળવદ પોલીસની ટીમ બનાવી તપાસ હાથ ધરતા ગુનામાં સંડોવાયેલા બે ઈસમો ગૌતમભાઈ કરમણભાઈ લોલાડીયા ઉ.વ.૨૩ રહે. રાયસંગપુર ગામે તા.હળવદ તથા વિપુલભાઈ કરમણભાઈ લોલાડીયા ઉ.વ.૧૯ રહે. રાયસંગપુર ગામે તા. હળવદવાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.