મોરબીના રાજપર ગામેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજવાડી નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજવાડી સામે જુના વીરપર જવાના માર્ગ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રમેશભાઈ વશરામભાઇ અઘારા (ઉ.વ.૪૮) રહે. રાજપર તા.જી. મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે પુછપરછ દરમ્યાન આરોપીએ વિદેશી દારૂ મનુભાઈ પુનાભાઈ ડાંગર પાસેથી મેળવ્યાનુ જાણવા મળતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી મનુભાઈને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.