મોરબી બાર એસોસિયેશન દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો
મોરબી: નવા કાયદા સમજવા માટે મોરબી બાર એસોસિયેશન દ્વારા લિગલ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
કેટલાક કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે જેમ કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમા સુધારો કરવામાં આવ્યો છે જેને સમજવા માટે મોરબી બાર એસોસિયેશન દ્વારા લિગલ સેમિનારનુ આયોજન કરાયુ હતું જેમાં મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ તથા સીનીયર એડવોકેટો દ્વારા નવા કાયદા વિશે વિસ્તૃતમાં સમજાવવામાં આવ્યું હતું આ સેમિનારમાં તમામ વકીલો હાજર રહ્યા હતા અને કાયદાનું જ્ઞાન મેળવ્યું હતું.