Sunday, November 10, 2024

મોરબી મચ્છુ -૩ ડેમનો એક દરવાજો ખોલાયો; હેઠવાસના ગામોને એલર્ટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પાસે આવેલ મચ્છુ -૦૩ ડેમમાં આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા/ રુલ લેવલ જાળવવા મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો ૦.૩૦૪૮ મીટર ૪:૦૦ કલાકે ખોલવામાં આવેલ છે જેથી નીચાણવાળા ૨૧ ગામોને એલર્ટ કરાયા છે.

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનુ પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. તો સિચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગામો ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તથા માળિયા(મી) તાલુકાના ગામો દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મી), હરીપર, ફતેપર સહિતના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર