મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખે આપ્યું રાજીનામું
મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
મોરબી: સતત ત્રણ વર્ષ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું.
મળતી માહિતી મુજબ મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ એકદમ નિષ્ઠાપૂર્વક આ સંગઠનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી છે અને આ ઉદ્યોગના વિકાસ માટે સતત લડત આપી ઉદ્યોગના પ્રશ્નોને સતત વાચા આપ્યા બાદ હવે સામાજિક અને પરિવાર પ્રત્યે ઉત્તર દાયિત્વની જવાબદારી વધી હોવાથી સ્વૈચ્છિક રીતે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.