Thursday, September 19, 2024

હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરવાની માંગ સાથે બાઈક રેલી યોજાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: છોટે કાશી તરીકે પ્રખ્યાત હળવદમાં છેલ્લા કેટલાક સમયથી નોનવેજની દુકાનો અને લારીઓ શરૂ થઈ ગઈ છે જે તમામ દુકાનો અને લારીઓ બંધ કરાવવાની માંગ સાથે શનીવારે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ બાઈક રેલી યોજાઇ હતી. અને મામલતદાર કચેરી ખાતે લેખીત રજુઆત કરી આગામી ૪૮ કલાકમાં હળવદમાં ચાલતા ગેરકાયદેસર હાટડા સંદતર બંધ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જો આ હાટડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચિમકી ઉચ્ચારી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.

હળવદ શહેર એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે. અને હળવદ શહેર ઔતિહાસિક અને સંસ્કારી નગરી છે હળવદ શહેરમાં હળવદ શહેરની સ્થાપનાથી અત્યાર સુધી કોઈ પણ જાહેર સ્થળે માંસ-મટન ની લારી અથવા જાહેર સ્થળમાં માસાહારનું વેચાણ થતું નથી ત્યારે છેલ્લા થોડાક વર્ષોથી હળવદનાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે અને સરકારનાં સબંધિત વિભાગની કોઈ પણ પ્રકારની મંજુરી વગર અને સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી માંસાહારનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ શનિવારે લક્ષ્મીનારાયણ ચોકથી હળવદ મામલતદાર કચેરી સુધી વિશાળ મૌન બાઈક રેલી યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે પોહચી હળવદમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસાહારની દુકાનો અને લારીઓ સદંતર બંધ કરાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આ મૌન રેલીમાં લોકો ‘હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરો’ અને ‘છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખો’ના બેનર સાથે જીવદયાપ્રેમી લોકો જોડાયા હતા. અને જો આગામી ૪૮ કલાકમાં આ ગેરકાયદેસર ચાલતા માંસાહારના હાટડા વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો જીવદયાપ્રેમીઓ દ્વારા જનતા રેડ કરી આ પ્રવૃત્તિ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર