મોરબીમાં છરીની અણીએ ૫૫૦૦ની લુંટ ચલાવી આરોપી ફરાર
મોરબી: મોરબીના સામા કાંઠે સન વર્લ્ડ સિરામિક કારખાનાથી થોડે આગળ જતાં કાલીંદ્રશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર કારખાનેથી કામ કરી પોતાના મિત્રના રૂમે જતા હોય ત્યારે બે મિત્ર પર પાછળથી અજાણ્યા બે શખ્સોએ આવી મોબાઇલ ઝુટવી તથા રોકડ રૂ. ૫૦૦ પડાવી ઝપાઝપી કરી છરી વડે ઈજા કરી લુંટ ચલાવી બાઈક પર અન્ય ઈસમ સાથે નાસી ગયા હોવાથી ત્રણ ઈસમો વિરૂદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ચોરી, લુંટફાટ, વગેરે જેવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે તો ક્યારે પોલીસ જાગશે અને ચોર, લુંટારાઓ પર એક્સન લેશે તે નથી સમજાતું ત્યારે મોરબીમાં લુંટની ઘટના સામે આવી છે જેમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના સામા કાંઠે ઈન્દિરાનગર પાછળ સન વર્લ્ડ સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા ગૌતમભાઇ હરીચંદ્ર વર્મા (ઉ.વ.૨૬) એ આરોપી ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ બન્ને પોતાના કારખાનેથી કામ પુરૂ કરી પોતાના મિત્રના રૂમે જવા પગપાળા ચાલીને જવા નિકળેલ ત્યારે બે માણસો પોતાની પાછળ પાછળ આવી સાહેદનો રીયલમી કંપનીનો મોબાઇલ ફોન કિ રૂ ૫૦૦૦/- નો ઝુંટવી લઇ ફરીયાદી સાથે જપાજપી કરી રોકડા રૂપીયા ૫૦૦/- શર્ટના ખિસ્સામાંથી કાઢી લઇ બિભત્સ ગાળો આપી ફરીયાદી તથા સાથીએ ગાળો આપવાની ના પાડતા જપાજપી કરતા એક ઇસમે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો એક ઘા ફરીયાદિને વાસાના પાછળના ભાગે જમણા પડખામા મારી દઇ એક ઇસમ મો.સા.લઇ આવી બન્ને ઇસમોને મોટરસાયકલમા બેસાડી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.